સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 12 કલાકમાં બે વ્યક્તિના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં લખતર શહેરના 56 વર્ષીય અને 65 વર્ષીય બે વ્યક્તિનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું. જેમાં લખતરમા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણા અને 65 વર્ષીય ધીજભાઈ ધમાભાઈનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામના 56 વર્ષીય અને 65 વર્ષીય એમ બંને વ્યક્તિને છાતીમાં અચાનક દુખાવો ઉપાડતા બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાતા હાજર ડોક્ટરે બને વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય આધેડનું અને લખતર તાલુકાના ભલાળા ગામે રહેતા 65 વર્ષીય આધેડનું પણ હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતુ. ત્યારે હાર્ટઅટેકના બનાવોમાં ગુજરાતમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થવા પામ્યો છે.જેમાં ભલાળા ગામે રહેતા 65 વર્ષીય ધીજાભાઈ ધમાભાઈ કોળી ( ઉ.વર્ષ 65 ) અને લખતરના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બાહદુરસિંહ રાણાનું હાર્ટએટેકથી મોત થયું હતુ. જેમાં નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરીને દુકાન મંગલિત કરી ઘરે પહોંચતા તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેમના પરિવારજનો તાત્કાલિક 108એમ્બ્યુલન્સ દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જેમાં હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવારની તજવીજ હાથ ધરી હતી. જેમાં હાર્ટઅટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામે મોતનો માતમ છવાયો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं