ગુજરાત સરકાર અને ગ્રામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવા માટે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત નાણાકીય લોન તેમજ સબસિડી આપવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લિક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે લોન અપાય છે. જેનો મુખ્ય ઉદ્દેશ કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપી ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન, યુવતીઓ, દિવ્યાંગોને, સ્વરોજગારી પુરી પાડવાનો છે. આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષનો કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. લાભ લેનાર વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ ૪ પાસ અથવા કોઈપણ તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ. આ યોજના અંતર્ગત કારીગરો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે છે. અરજદારો નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે-તે બેંકના નિયત કરેલા વ્યાજ દરે રૂપિયા ૮.૦૦/- લાખ સુધીની લોન મેળવી શકાય છે. જેના ઉપર ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહત્તમ રૂ ૧.૨૫ લાખ સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવોનો દાખલો, કોટેશન (ભાવપત્રક) ધંધાનાં સ્થળનો આધાર/વેરા પહોંચ જેવા ડોક્યુમેન્ટ સાથે blp.gujarat.gov.in પોર્ટૅલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવાનો રહેશે.એમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ,સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा ग्रीनफील्ड एयरपोर्ट पर हुआ त्रिपक्षीय एमओयू,आमजन को मिलेगी अत्याधुनिक हवाई सुविधा
कोटा ग्रीनफील्ड एयरपोर्ट पर हुआ त्रिपक्षीय एमओयू,आमजन को मिलेगी अत्याधुनिक हवाई सुविधा
લોકસભામાં મહિલા સાંસદે કાચું રીંગણું ખાઈ કર્યો વિરોધ,કહ્યું રાંધણગેસના ભાવો 600 માંથી 1000 થઈ ગયા ! હવે કાચુજ ખાવું પડશે
દેશમાં મોંઘવારી મુદ્દે ચર્ચા દરમિયાન લોકસભામાં ઊભા થઈ તૃણમૂલ કૉંગ્રેસના સાંસદે કાચું રીંગણું...
Brij bhushan Sharan Singh के Gonda स्थित घर पहुंची Delhi Police, परिवार से की पूछताछ
Brij bhushan Sharan Singh के Gonda स्थित घर पहुंची Delhi Police, परिवार से की पूछताछ