ડીસા શહેરમાં કેબલ નેટવર્કના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
ડીસામાં મહારાણા પ્રતાપ સ્કૂલ પાસે રબારી કોલોનીમાં રહેતા રમેશભાઈ મોહનભાઈ દેસાઈ (ઉ.વ.46) કેબલ નેટવર્કના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓને ત્રણેક દિવસ અગાઉ હૃદય રોગનો હુમલો થતાં ડીસા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.
જ્યાં આજે સવારે તેઓનું મોત નિપજ્યું હતું. રમેશભાઈના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના મોતથી પરિવારો અને મિત્ર વર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.