ચિખલીમાં પતિએ મહિલાનું નાક મો દબાવી હત્યા કરી

  ખેડબ્રહ્મા તાલુકાનાં ચિખલી ગત 16 જાન્યુઆરીના રોજ રસ્તા પરથી મહિલાની લાશ મળી આવી હતી જેમાં પોલીસે અસ્કામતનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી જેમાં પત્નીએ પતિને વાપરવા માટે પૈસા ના આપતી હોવાથી પતિએ પત્નીને નાક અને મો દબાવી મારી નાખી હોવાનું બહાર આવતા મહિલાના પિતાએ જમાઈ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી .

  ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર દાંતા તાલૂકાના ગનાપીપળી ગામના કમળાભાઇ ગલબાભાઇ બેગડીયાની પુત્રી વનીતા ઉર્ફે મીરકીબેનનું લગ્ન આશરે પંદરેક વર્ષ અગાઉ ખેડબ્રહ્મા તાલુકાનાં ચિખલી ગામે વિજયભાઇ સાયબાભાઈ ગમાર સાથે કરેલ હતા, જેને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે  પંદરેક દિવસ ઉપર વિજયભાઇ મીરકીબેન તથા બાળકોને ગના પીપળી ગામે મુકી આવ્યા હતો જેથી કમળાભાઈએ દીકરીને પૂછતા જણાવેલ કે, તેમના ઘરે બકરો હતો તે વેચેલ હતો તેના પૈસા તેનો પતિ ખોટી રીતે વાપરી નાખતો હોઇ, તે પૈસા આપતી ન હતી જેથી ઝગડો કરી મારજુડ કરી મુકી ગયેલ છે. અને ત્યાર બાદ પરત પણ લઈ ગયેલ હતો

ગત ૧૬ જાન્યુઆરીના રોજ સાંજના આશરે પાંચેક વાગે વિજય તથા તેનો સાઢુ બાબુભાઈ કાળુભાઈ ડાભી રહે.પડાપાટ તા,પોશીના બંને જણા બાબુભાઈનુ બાઇક લઇને ખેડબ્રહ્મા શાક લેવા માટે ગયેલા હતા શાક લઇને સાંજના આશરે છ વાગે પાછા આવેલા તે દરમ્યાન મીરકીબેન પણ ઘરેથી નીકળી ગયેલ હતી. જે પાછી ના આવતા વિજયભાઇ શોધવા માટે ગયેલા હતા. અને તા.૧૭ જાન્યુઆરી ના રોજ સવારના સાત વાગે મીરકીબેનની લાશ મળેલ હોવાનું જાણવા મળેલ જેમાં પોલીસે અકસ્માતનો ગુન્હો નોધી તપસ હતા ધરી હતી ત્યાર બાદ મીરીકીબેનનું પી.એમ રીપોટ આવતા મીરકીબેનને મોં અને નાક દબાવી શ્વાસ રૂન્ધવાથી થયા નું માલૂમ પડતાં મીરકીબેનના પિતાએ જમાઇ વિજયભાઈ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પી.એસ.આઈ. જે.આર દેસાઇ ધ્વારા ૩૦૨, ૪૯૮ક, ૩૨૩ મુજબ ગુન્હો નોધિ વધુ તપાસ હાથ ધરી હતી .