મહેસાણામાં રાધનપુર ચોકડી વિસ્તારમાં રહેતા યુવકે રૂપિયા 50,000 આપી મહેસાણાના જ પરિવારમાં વિધવા બનેલી બે સંતાનોની માતાને પત્ની તરીકે લાવી પાલનપુર આબુ હાઇવે નજીક રહેતો હતો. જ્યાં આવેલા પાટણના વારાહીના ચાર શખ્સોએ યુવકને મારમારી પત્નીનું અપહરણ કરી લઇ ગયા હતા.
મહેસાણામાં રાધનપુર ચોકડી લશ્કરીવાસમાં રહેતા સુલતાનભાઇ હસનભાઇ સિંધી મહેસાણામાં જ રહેતી વિધવા બે સંતાનોની માતાના પરિવારજનોને રૂપિયા 50,000 આપી પત્ની તરીકે રાખી બે સંતાનો સાથે પાલનપુર આબુ હાઇવે નજીક છાપરામાં રહેવા આવ્યા હતા. અને મજુરી કરી ગુજરાન ચલાવતા હતા.
તે દરમિયાન 12 દિવસ અગાઉ સાંજે પીકઅપડાલુ લઇને આવેલા પાટણ જીલ્લાના વારાહી તાલુકાના વાદળીથરનો સકુરભાઇ પહેલવાનભાઇ સિંધી (ડફેર), શેરખાનભાઇ રાભુભાઇ સિંધી, બોબો બલીભાઇ સિંધી અને ઇસાક બલી સિંધીએ તુ યુવતીને કેમ લઇને આવેલ છે. તેમ કહી લાકડીથી હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. અને જીપડાલામાં તેમની પત્નીનું અપહરણ કરીને લઇ ગયા હતા. આ અંગે સુલતાનભાઇ સિંધીએ ચારેય સામે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.