સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મોટી મજેઠી ગામે રહેતા શખ્સે જમીન વેચાણ અંગે વિરમગામના શખ્સ સાથે બાનાખત કર્યા બાદ બાકીની રકમ માંગતા વિરમગામના શખ્સે બાકી રૂપિયા આપવાની ના પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.દસાડા તાલુકાના મોટી મજેઠી ગામે રહેતા લખમણભાઇ દેવાભાઇ રાવળે તેમની જમીન વેચાણ અંગે તેમના કાકાના દિકરા વિજયભાઇ બાબુભાઇ રાવળને વાત કરી હતી. આથી વિજયભાઇએ એક પાર્ટી છે અને એક વિઘાના રૂા.16 લાખ કહે છે તેમ કહેતા વેચાણનું નક્કી કરવામાં આવ્યું હતુ અને બાનાખત અને દસ્તાવેજ પણ કરી આપ્યા હતા પરંતુ અમુક રકમ બાકી હતી જેની ઉઘરાણી બાબતે લખમણભાઇએ ફોન કરતા વિજયભાઇએ ગાળો આપી બાનાખતના બાકીના રૂપિયા નથી આપવાના અને જો રૂપિયા માંગીશ તો તારા ઘરે આવી તમારા હાથ પગ ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી લખમણભાઇએ વિજયભાઇ બાબુભાઇ રાવળ વિરૂધ્ધ બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રતનપરની મહિલાએ અરજીની તપાસ બાબતે માથાકુટ કરી મહિલા પોલીસ કર્મચારીને અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ નોંધાઈ
જોરાવરનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડકોન્સ્ટેબલ સાથે રતનપરની મહિલાએ અરજીની તપાસ બાબતે...
Godrej : ₹1.76 लाख करोड़ के बिजनेस का बंटवारा, ताले से शुरू किया कारोबार
Godrej : ₹1.76 लाख करोड़ के बिजनेस का बंटवारा, ताले से शुरू किया कारोबार
দৰঙৰ দেওমৰনৈ নিবাসী জ্যোতিষী ৰেৱন শৰ্মালৈ জ্যোতিষ ভাস্কৰ বঁটা
কামৰূপ জিলাৰ ছয়গাওঁ শিল্পী সুৰক্ষা পৰিষদে জ্যোতিষ শাস্ত্ৰত কৰি অহা অনবদ্য সেৱাৰ বাবে দৰঙ জিলাৰ...
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડયા
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડયા