ભારત દેશ એ ખેતીપ્રધાન દેશ છે ..તેમજ મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ધારિત છે..પરંતુ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં ઉનાળાની કપરી પરિસ્થિતિમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા...ત્યારે પાલનપુર તાલુકાના આજુબાજુના 50 ગામના ખેડૂતો ની એક જ માંગ હતી કે પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલ તળાવ ભરવામાં આવે તો આજુબાજુના 50 ગામના ખેડૂતોને લાભ થઈ શકે તેમ છે.. જેને લઈને 50 ગામના ખેડૂતો તેમજ ખેડૂત મહિલાઓ દ્વારા પણ મહાજળ આંદોલન છેડવામાં આવ્યા હતા અને આ મલાણા ગામનું તળાવ ભરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી...ત્યારે 

31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા થરાદ ખાતેથી અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે .... વડાપ્રધાનશ્રી દ્વારા થરાદ ખાતેથી પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલ તળાવ ભરવાની જાહેરાત કરવાના હોવાથી આજુબાજુના 50 ગામના ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો..