ભારતના ચૂંટણીપંચ દ્વારા લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલ ચાલુ છે તે અંતર્ગત મતદાર યાદીમાં ૧૮ વર્ષથી વધુ વયના નાગરીકો પોતાના નામ દાખલ કરાવી શકે છે. દેશના મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગેની જાગૃતતા વધે અને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ભાગીદારી નોંધાવે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. જે અનુલક્ષીને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત આજરોજ કાલોલ તાલુકા પંચાયતની સભાખંડ ખાતે નાયબ કલેકટર મતદાન નોંધણી અધિકારી અને સ્ટેમ્પ અધિકારીના અધ્યક્ષસ્થાને ૧૨૭ કાલોલ વિધાનસભા મતવિભાગમાં બીએલઓ સુપરવાઇઝર સાથે ખાસ ઝુંબેશ તા.૦૫/૧૧/૨૦૨૩ ના દિવસે બી.એલ.ઓ મારફતે ફોર્મ-૬ (નવીન નોંધણી)ના 0 ફોર્મ ભરાયા હોય તેઓને આજરોજ તારીખ ૦૮/૧૧/૨૦૨૩ ના રોજ કયા કારણસર ફોર્મ 0 મળેલ છે જેની ચર્ચા કરવા માટે બેઠક યોજવામાં આવેલ અને 0 ફોર્મ ભરાયેલ ના કારણોની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ છે.આજની આ બેઠકમાં નાયબ કલેકટર મતદાન નોંધણી અધિકારી સ્ટેમ્પ ડયુટી ,કાલોલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સાથે સંબંધિત અધિકારીઓ સહિત મોટીસંખ્યામાં બી.એલ.ઓ.ના સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं