જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના બાબરકોટના પાટીયા પાસે આવેલ ભુતનાથ પેટ્રોલ પંપના પાર્કિંગમા પડેલ ટ્રકની ડીઝલની ટાંકીના તાળા તોડી, ડીઝલ આશરે લીટર-૧૦૦ કિ.રૂ.૯૩૮૦/- ની ચોરી કરનાર ઇસમોને ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમા પકડી પાડી ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી જાફરાબાદ ટાઉન પોલીસ ટીમ.
ગુનાની વિગત.
તા-૦૭/૦૫/૨૦૨૩ ના સાંજના ૫ વાગ્યા થી આજરોજ સવારના ૭ વાગ્યાના સમયગાળા દરમ્યાન
ફરીયાદીના નર્મદા કંપનીમાં કોલસીના ફેરામાં ચાલતા ટ્રક બાબરકોટના પાટીયા પાંસે ભુતનાથ પેટ્રોલ પંપના પાર્કીગમા પાર્ક કરેલ તે દરમ્યાન કોઇ અજાણ્યા માણસોએ બન્ને ટ્રક જેમાંથી
નં (૧) ટ્રક જેના રજી નં GJ-14-X-3141 માંથી ટ્રકની ડીઝલ ટાંકીનું તાળુ તોડી તેમા રહેલ ડીઝલ આશરે લીટર-૭૦ જેની કી.રૂ ૬૫૬૬/- નુ તથા
નં (૨) ટ્રેક જેના રજી નં GJ-03-AT-3625 માં ટ્રકની ડીઝલ ટાંકીનું તાળુ તોડી તેમા રહેલ ડીઝલ આશરે લીટર-૩૦ જેની કી.રૂ.૨૮૧૪/-
એમ કુલ બન્ને ટ્રકની ડીઝલની ટાંકી માંથી આશરે ડીઝલ લીટર-૧૦૦ જેની કી રૂ ૯૩૮૦/- નુ કોઇ અજાણ્યા ચોર ઇસમો ટ્રકની ડીઝલની ટાંકીના તાળા તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય,
જે અંગે યોગેશભાઇ જગુભાઇ વાધેલા ઉ.વ.૨૮,ધંધો.વેપાર, રહે. જાફરાબાદ, વાપાળીયા વીસ્તાર, હીરો ના શો રૂમની બાજુમાં, તા-જાફરાબાદ, જી.અમરેલી, વાળા નાઓએ ફરીયાદ આપતા
અજાણ્યા ઇસમો વિરૂધ્ધ જાફરાબાદ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૩૦૨૪૨૩૦૧૭૪/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી થયેલ હતો.
સદર ગુનાની આગળની તપાસ આર.વી.વરૂ અનાર્મ હેડ કોન્સ જાફરાબાદ પો.સ્ટે. નાઓ ચલાવી રહેલ હતા.
ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા મિલકત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા મિલકત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા અન્વયે અસરકારક કામગીરી કરવા
ઉપરોકત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર આર.વી.વરૂ અનાર્મ હેડ કોન્સ તથા પો કોન્સ ધર્મેન્દ્રભાઇ વાળા તથા પો કોન્સ જનકભાઇ ધાખડા તથા પો કોન્સ ઓમદેવ સરવૈયા નાઓની ટીમ બનાવી ફરીયાદીએ જણાવેલ હકીકતની દિશામા તપાસ આદરી ફરીયાદી તથા સાહેદોની પુછપરછ કરી તેમજ
આરોપી અંગે ચોકકસ બાતમી મેળવતા, ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર આરોપીઓ પોતાની વાડીએ આવેલ મકાને હાજર હોય, અને ચોરી કરેલ ડીઝલ નો જથ્થો સગેવગે કરવાની તૈયારીમા હોય,જે બાબતની હકીકત મળતા
હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ ને ચોરી કરેલ ડીઝલ આશરે લીટર-૧૦૦ સાથે ગણતરીની કલાકોમા પકડી પાડવામા સફળતા મેળવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
(૧) અજયભાઇ ધીરુભાઇ સાંખટ ઉ.વ.૨૦, રહે.મીતીયાળા, બી.પી.એલ. વિસ્તાર,તા.જાફરાબાદ, જી.અમરેલી,
(૨) ભરતભાઇ રામજીભાઇ બાંભણીયા ઉ.વ.૨૩, રહે.જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા.જાફરાબાદ, જી.અમરેલી,
રીકવર કરેલ મુદ્દામાલઃ-
ડીઝલ લીટર-૧૦૦ કિ.રૂ.૯૩૮૦/-
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા એચ.બી.વોરા.નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. એ.એમ.દેસાઇ તથા હેડ કોન્સ. આર.વી.વરૂ તથા પો.કોન્સ ધર્મેન્દ્રભાઇ વાળા તથા પો.કોન્સ. જનકભાઇ ધાખડા તથા પો.કોન્સ ઓમદેવસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.