ધાનેરાના ખીમત નજીકની આઈસર ટ્રકની ટક્કરે એક્ટિવા ચાલક યુવતીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે એક્ટિવા પર સવાર અન્ય યુવતીને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે ધાનેરાના ખીમત નજીક એક એક્ટિવા પર સવાર બે યુવતીઓ જઈ રહી હતી. તે સમયે અચાનક આઇસર ટ્રક ડ્રાઇવરે બેફામ રીતે ચલાવી એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર બે યુવતી ઓ રોડ પર પટકાઈ હતી, જેના કારણે બંને યુવતીઓને ગંભીર ઈજાઓ પહોચી હતી.

જેમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અન્ય એક યુવતી ગંભીરરીતે ઘાયલ થઇ હતી. અકસ્માતના પગલે આજુબાજુ ના સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાસેડવામાં આવી હતી. બનાવવાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ તત્કાલિક ઘટના અકસ્માત સરજી ભાગી ગયેલ આઇસર ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.