રાજુલા (કોસ્ટલ સેલીનિટી પ્રિવેન્શન) CSPC દ્વારા જાફરાબાદના ફાચરીયા ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત “વન ડે કેમ્પેઇન" આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સર્વાંગી વિકાસ, સ્વચ્છતા, સુંદરતા, અને પીવાના પાણીની યોજનાનું સંચાલન અને નિભામણી માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ સફાઈ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અને પાણી બાબતમાં જાગૃતિ કેળવાય તે માટે શાળાના બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઘર થી ઘર નળની ચકલી લગાવાની જાગૃતિ માટે લોકોને સમાજાવ્યા હતા. આં કાર્યક્રમને સફળ બનાવવામાં ફાચરીયા ગામના સરપંચ મનુભાઈ શાળાના પ્રિન્સીપાલ સોલંકી જશવંતભાઈ, શાળા સ્ટાફ, પંચાયત સભ્યો, તેમજ પાણી સમિતિ સભ્યો, પ્રોજેક્ટ ઓફિસર મનોજભાઈ મોરી, સુનીલભાઈ ખેર, અને CSPC સ્ટાફનો સહયોગ રહ્યો હતો.....
રીપોર્ટર:- ભરતભાઈ ખુમાણ રાજુલા. અમરેલી.