અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનની સરહદી વિસ્તાર ધરાવતી માવલ પોલીસ ચેકપોસ્ટપરથી કાર માંથી કોઈપણ પ્રકારના બિલ વિનાની 152 કિલો ચાંદી પોલીસે ઝડપી પાડી હતી. ગાડીમાં બેઠેલા ઈસમો વિરૂદ્ધ આગળની તપાસ રાજસ્થાન પોલીસે હાથ ધરી છે.
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ચૂંટણી સમયે કોઈ ગેરકાયદેસર ગુનાહિત પ્રવૃત્તિ ન બને તે માટે સિરોહી પોલીસ અધિક્ષક દ્વારા ગુજરાતની સરહદ પરની દરેક બોર્ડરો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક વાહનોની ઝણવટભરી તપાસ કરવામાં આવતા પાલનપુર તરફથી આવતી એક કારને રોકતા તેમાં તપાસ કરતા ડ્રાઈવરની સીટ નીચે એક ગુપ્ત ખાનું બનાવેલ હતું. જેમાં ચાંદીની પાંચ સિલ્લીઓ ભરીને રાજસ્થાનમાં લઇ જવામાં આવતા કારના ચાલક તથા તેમાં સવાર ઈસમો પાસેથી ચાંદીના બીલો મંગાવામાં આવતા તેઓએ કોઈ પ્રકારના બીલો ન અપાતા પકડાયેલ ચાંદીની પાંચ સિલાઓનું પોલીસ દ્વારા વજન કરાવતા 152.10 કિલ્લો થઇ હતી.
જે રાજસ્થાન ગેરકાયદેસર લઇ જવામાં આવતી હોઈ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. કારમાં સવાર ગૌતમસિંહ રાવણા, સંકરસિંહ અને વિક્રમસિંહ રહે જોધપુર વાળાની અટકાયત કરી ચાંદી ક્યાંથી અને ક્યાં લઇ જવામાં આવી રહી હતી તેની તપાસ શરૂ કરેલ છે.