દાહોદ જિલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રેકર્ડ વર્ગીકરણની સાથે ઓફિસમાં સાફ સફાઈ કરવામાં આવી

દાહોદ:-દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. 

      દાહોદ જિલ્લામાં સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાલમાં ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાયબ માહિતી નિયામકશ્રી સુરેન્દ્ર બળેવીયા દેખરેખ અને માર્ગદર્શનમાં કચેરીના તમામ કર્મચારીઓ સફાઈ કામગીરીમાં જોતરાયા હતા. ઓફિસના ફર્નિચર, વિવિધ ટેબલ, ખુરશી , પંખા, કમ્પ્યુટર, સ્ટોર રૂમની સફાઈ કરવામાં આવી હતી. તેમજ રેકર્ડ વર્ગીકરણ સુદ્રઢ કરવામાં આવ્યું હતું.     

દાહોદ માહિતી કચેરીમાં હાથ ધરાયેલ સ્વચ્છતા કામગીરીમાં સહાયક અધિક્ષક શ્રી એમ.બી.ભોઇ, માહિતી મદદનીશશ્રી રણજીત ડામોર, જુનિયર ક્લાર્ક શ્રીમતી ડી.એસ.પરમાર, સહિત કર્મચારીઓ સફાઈમાં જોડાયા હતા.