એલસીબીની ટીમ મંગળવારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે, ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં આવેલા ખેતરમાં દારૂનો જથ્થો પડ્યો છે અને ત્યાં તેનું વેચાણ કરવામાં આવે છે.

જેથી તાત્કાલિક એલસીબીની ટીમે સ્થળ ઉપર જઈ રેડ કરતા ખેતરમાંથી દારૂની 500 બોટલો મળી આવી હતી. એલસીબીની ટીમે 55,773 નો દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર આરોપી ભરત ભોમાજી જાટ સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.