હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ હોટલ યોગી પેલેસ ખાતે આજરોજ 31 ઓક્ટોબરને અનુલક્ષીને ભારતની આઝાદીના ઘડવૈયા અને લોખંડી પુરુષ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની લઘુ ઉદ્યોગ ભારતી હાલોલના એકાઈ દ્વારા ઉજવણી કરાઈ હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની તસ્વીરને લઘુ ઉદ્યોગ ભારતી એકાઈના હોદ્દેદારો અને સદસ્યો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેઓના મૂલ્યો અને સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના એકાઇ પ્રમુખ મદનલાલ ભટ્ટ, પંચમહાલ જિલ્લા મહામંત્રી સચીનભાઈ શાહ,સંગઠન ઉપપ્રમુખ વિનોદભાઈ વાનાણી,સંગઠન સહમંત્રી નાગરમલ કેડિયા,પ્રાંત પદાધિકારી રમેશભાઈ પટેલ,પૂર્વ જિલ્લા મહામંત્રી હસમુખભાઈ પટેલ,એકાઈ ઉપપ્રમુખ ગીરીશભાઈ ચૌહાણ,પૂર્વ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ચૌહાણ,એકાઈ ખજાનચી ભુપેન્દ્રભાઈ સાવરીયા, એકાઈ સદસ્ય કુણાલભાઈ મજમુદાર અને નવનિયુક્ત સદસ્ય અનિલકુમાર વિક્રમસિંહ ઉપસ્થિત રહ્યા હતા.