પાવીજેતપુર ની એકમાત્ર નામાંકિત સનરાઈઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં "રાષ્ટ્રીય એકતા દિન"ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 

      પાવીજેતપુર ની સનરાઇઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં આજરોજ 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટી અને રાષ્ટ્રીય એકતા દિવસ શપથની ઉજવણી કરવામાં આવી જેમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીઓ અને 15 શિક્ષક મિત્રો અને આચાર્ય સહિત શપથ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષક શ્રીમાન એજાજભાઈ કુરેશી દ્વારા શપથ લેવડાવવામાં આવી અને સાથે સાથે શાળાના આચાર્ય શ્રીમાન કુણાલભાઈ જૈન દ્વારા વિદ્યાર્થીઓને સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન વિશે માહિતગાર કર્યા અને સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ શા માટે ઉજવવામાં આવે છે? તે બાબતની સૌ વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી સાથે સાથે શાળાના તમામ સારસ્વત શિક્ષક મિત્રોએ પણ શપથ કાર્યક્રમમાં ભાગ લઈ વિદ્યાર્થીઓનો પણ ઉત્સાહ વધારવામાં આવ્યો.