મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા દાહોદ શહેર બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી દાહોદ શહેર સજ્જડ બંધ રહ્યુ હતુ.દેશને શરમમાં ડૂબાડી દે તેવી ઘટનાનો એક વિડીયો મણિપુર માંથી સામે આવ્યો હતો, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) આ વિડીયોમાં કેટલાક લોકો બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં ફેરવી રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં તેની પ્રતિક્રિયા જોવા મળી હતી, ત્યારે આજે ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા દાહોદ શહેર માંથી આ ઘટનાને લઈને પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. આજે સવારથી જ દાહોદ શહેર મણિપુરની ઘટનાના વિરોધમાં નગરના વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખી આદિવાસી સમાજ સાથે થતા અત્યાચાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.મણિપુર માંથી વાયરલ થયેલા વિડીયોમાં મૈતેઇ સમુદાયના લોકો કુકી આદિવાસી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી સાથે નરાધમોએ મહિલાઓ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. આ વિડીયો વાયરલ થયો હતો, ત્યાર બાદ દેશમાં બધી જ જગ્યાએ સોશિયલ મીડિયા પર અને જાહેરમાં આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં પણ દાહોદ શહેર આદિવાસી સમુદાય દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત દાહોદ શહેર વેપાર, ધંધા ના એ દુકાનો સ્વયંભૂ બંધ રાખવામા આવી હતી. આદિવાસી પરિવાર દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી હતી.એક તરફ દેશના વડાપ્રધાન જાહેર મંચ પરથી ‘સૌનો સાથ સૌનો વિકાસ’ની વાત કરે છે અને ગરીબો, વાંચીતો અને પિડિતોને અપમાન સાંખી લેવામાં નહી આવે તેવા નિવેદન આપી રહ્યા છે. બીજી તરફ દેશના કેટલાક રાજ્યમાં આજે પણ દલિત અને આદિવાસીઓ પર અત્યાચારની ઘટના બની રહી છે. ક્યારેક પેશાબ કરતી ઘટના તો કયારેક ચંપલ ચટાડતી ઘટના. ત્યારે હવે તો હદ થઈ ગઈ છે જ્યારે મણિપુરમાં લગભગ 3 મહિનાથી જાતિગત રમખાણો ચાલી રહ્યા છે અને હવે તો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં ફેરવતા હોય તેવો વિડીયો વાયરલ થાય છે, તેમ છતાં સરકાર આ હિંસાને રોકવામાં નિષ્ફળ રહી છે. તેવો આક્ષેપ આદિવાસી સમાજને આગેવાનો દ્વારા લગાવવામા આવ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं