અનેક રજૂઆતો છતાં નિરાકરણ ના આવતા 300 થી વધુ લોકો પરેશાન ઠાસરા તાલુકાના રવાલિયા ગ્રામ પંચાયત તાબે ભાઠીપુરા ગામ તરફ જવા-આવવા માટે પાકો રસ્તો ના હોવાથી રહિશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગામમાં ૩૦૦થી વધુ લોકો રહે છે. તેઓ પાકા રસ્તાના અભાવે કાચા રસ્તા પર કાદવમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.