આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે , જેથી દરેક બાળકનો મુક્ત અને નિર્ભય વાતાવ ૨ ણમાં સર્વાંગી વિકાસ થાય તે ખુબ જરૂરી છે , પરંતુ અલગ અલગ કારણોસર બાળકો સાથેના અપરાધોમાં દિન - પ્રતિદિન વધારો થઈ રહેલ છે . આ અપરાધો બનતા અટકાવવા વાલીઓ અને ખાસ કરીને બાળકોમાં જાગૃતિ આવે તે ત આવશ્યક છે . રાજ્ય સ ૨ કા ૨ ૫ ણ મહિલા અને બાળકોની સુરક્ષા અને સલામતી માટે હરહંમેશ કટીબધ્ધ હોઇ , આ કામગીરી વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના દરેક જિલ્લાઓમાં SHE TEAM ની રચના કરવામાં આવેલ છે . બોટાદ જિલ્લા પોલીસની SHE TEAM દ્વારા સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત જિલ્લાની તમામ સ ૨ ડા - રી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ , સાયબર ડાઈમ તથા સોશિયલ મિડીયા ’ અંગે જાગૃત કરવા સંવેદના અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે . આ અભિયાનનો મુખ્ય ધ્યેય સંવેદનાપૂર્વક બાળકોને સલામત કરવાની સાથોસાથ તેઓને સારા અને ખરાબ સ્પર્શની સમજ આપવાનો છે . કોઇપણ ચીજ - વસ્તુઓની લાલચમાં આવીને બાળકો કોઈ અપરાધના શિકાર ન બને તે માટે મનોવૈજ્ઞાનિક પધ્ધતિથી બાળકોને સમજ આપવામાં આવી રહી છે . સાથોસાથ બાળકોને સાયબર ક્રાઇમ અને સોશિયલ મિડીયા બાબતે શું - શું તકેદારી રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે . બોટાદ જિલ્લા પોલીસની SHE TEAM દ્વારા આ અભિયાન અંતર્ગત આદિન સુધીમાં જિલ્લાની અંદાજીત 300 જેટલી શાળાઓના ૭૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ છે અને આગામી દિવસોમાં જિલ્લાની અન્ય શાળાઓમાં આ ભયાન ચાલુ રહેશે . બોટાદ જિલ્લા પોલીસની SHE TEAM દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ સંવેદના ' પહેલ થકી , બાળકોના મનમાંથી પોલીસ પ્રત્યેનો ભય દુ ૨ થયો છે અને પોલીસ પ્રજાની સાચી રક્ષક , સાથી અને મિત્ર છે તેવા વિશ્વાસનું સંપાદન થયુ છે .