ડીસાના બે તબીબોને વોટ્સએપરમાં ફેક ગૃપ બનાવી શેર બજારમાં ઓનલાઇન ટ્રેડીંગ કરાવી સારૂ વળતર આપવાની લાલચ આપી રૂપિયા 51.20ની છેતરપિંડી આચરી હતી. જેનો બનાસકાંઠા સાયબર ક્રાઇમની ટીમે ભેદ ઉકેલી સુરતના શખ્સને દબોચી લીધો હતો.

બનાસકાંઠા સાયબર ક્રાઇમની ટીમને સાઇબર ફ્રોડના ગુનામાં એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. પીઆઇ એસ. કે. પરમારે જણાવ્યું હતુ કે, ડીસામાં પોતાની ખાનગી હોસ્પિટલ ધરાવતાં ડો. હિરેનભાઇ કાળાભાઇ પટેલ અને તેમના મિત્ર બિમલભાઇ બારોટે ઓનલાઇન ટ્રેડિંગ કરવા જતાં રુપિયા 51.20 લાખ ગુમાવ્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતાં ટીમ સાથે તપાસ હાથ ધરી હતી.

જેમાં નાણાં જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. તેની ઉંડાણપૂર્વક તપાસ કરતાં સુરત પુનાગામ કારગીલ ચોક અશોકવાટિકા સોસાયટીમાં રહેતા બિપીનભાઇ બાબુભાઇ સભાયાનું નામ સામે આવ્યું હતુ. જેને ઝડપી લેવાયો હતો. ડીસામાં પોતાની ખાનગી હોસ્પિટલ ધરાવતાં ડો. હિરેનભાઇ કાળાભાઇ પટેલે તા. 23 ડિસેમ્બર 2023 ના રોજ સમાચારપત્રમાં આવેલી જાહેરાત વાંચી લીંક ખોલી હતી.