દાહોદની પડવાલ વીમેન્સ હોસ્પિટલની ફિક્કીના પ્રતિષ્ઠિત એક્સલન્સ ઇન પેશન્ટ સર્વિસ એવોર્ડ માટે પસંદગી,સામાન્ય રીતે શહેરી વિસ્તારની હોસ્પિટલને મળતો આ એવોર્ડ માટે પ્રથમ વાર આદિવાસી વિસ્તારની હોસ્પિટલને મળશે,પડવાલ હોસ્પિટલમાં ૬૭૭ હાઇરિસ્ક મધર ઉપર સ્ટડી કર્યા બાદ ફિક્કી દ્વારા એવોર્ડ માટે કરાયેલી પસંદગી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટ -- રાજ કાપડિયા 9879106469

આદિવાસી સમાજની માતાઓ માટે સસ્તાદરે ઉત્તમ આપવામાં મહત્વની પૂરવાર થઇ રહેલી દાહોદની પડવાલ વીમેન્સ હોસ્પિટલ રાષ્ટ્રીયકક્ષાના ફિક્કી હેલ્થ એવોર્ડની રેસમાં આગળ નીકળી રહી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગથી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દેશભરની હોસ્પિટલ્સમાંથી માપદંડમાં ખરી ઉતરેલી હોસ્પિટલને આ એવોર્ડ આપવામાં આવે છે.

ફિક્કી હેલ્થ એવોર્ડ માટે આ વખતે દેશભરની લગભગ ૨૦૦ જેટલી હોસ્પિટલે ભાગ લીધો હતો અને તેમાં દાહોદની પડવાલ વીમેન્સ હોસ્પિટલ પ્રથમ ચાર ક્રમમાં રહી છે. આ એવોર્ડની જાહેરાત આગામી તા. ૨૬ના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં થશે. 

ડો. રાહુલ પડવાલે જણાવ્યું કે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા માર્ગો અને આરોગ્યલક્ષી સેવાઓને કારણે સગર્ભા મહિલાઓને સમયસર તો દવાખાને લાવી શકાય છે. પણ, એનેમિયા, સિકલસેલને કારણે પ્રસુતિમાં કોમ્પિકેશન ઉભા થવાનુ પ્રમાણ વધું રહે છે. એથી પડવાલ વીમેન્સ હોસ્પિટલમાં નો મની ઇફ નોટ સર્વાઇવ્ડ ફોર એની ક્રિટીકલ મધરની ઉદ્દાત પોલિસી અમલમાં મૂકી છે. ઘણી વખત બહુ જ ગંભીર પ્રકારે પહોંચેલી સગર્ભા મહિલાઓની સફળ પ્રસુતિ કરાવી બાળક સાથે ઉગારવામાં આવી છે.

પડવાલ વીમેન્સ હોસ્પિટલ ખાતે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ દરમિયાન દાખલ થયેલી ૬૭૭ હાઇરિસ્ક મધર ઉપર ફિક્કી દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મારફત સ્ટડી કરવામાં આવ્યો હતો. એના આધારે ગુજરાતની આ એક માત્ર હોસ્પિટલની ફિક્કીના એવોર્ડ માટે જ્યુરી દ્વારા પસંદગી થઇ છે. બાકીની ત્રણ હોસ્પિટલ અન્ય રાજ્યોની છે. ઇનોવેશન, ઇમ્પેક્ટ એન્ડ સ્ટેબિલિટી શ્રેણીમાં એક્સલન્સ પેશન્ટ સર્વિસ માટે પસંદ કરવામાં આવી છે.

અત્યાર સુધી સામાન્ય રીતે આ એવોર્ડ શહેરીકક્ષાની હોસ્પિટલને ફાળે જતો આવ્યો છે, પણ ગુજરાતમાં પ્રથમ વખત આદિવાસી વિસ્તારની આ હોસ્પિટલને એક્સલન્સ પેશન્ટ સર્વિસ એવોર્ડ માટે પસંદગી થવા એ ગૌરવની વાત છે. આ બાબત આદિવાસી વિસ્તારમાં વધી રહેલી બહેતર આરોગ્ય સુવિધાને પણ દર્શાવે છે.