મે. કમિશનરશ્રી અજયકુમાર તોમર સા.નાઓની સુચનાથી તથા મે.ના.પો.કમિ.(વહિવટ અને મુખ્ય મથક) શ્રી એન. એ. મુનિયા સા. નાઓના માર્ગદર્શન તેમજ સહયોગ હેઠળ વિવિધ ગેમ્સમાં ભાગ લઈ ડિસ્ટ્રીક્ટ, સ્ટેટ તથા નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેવાની પ્રેરણા મેળવીને ઉતકૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ ઈનામો, મેડલો તથા ટ્રોફીઓ મેળવીને સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સુરત શહેર પોલીસ તેમજ ગુજરાત પોલીસનું નામ રોશન કરેલ છે.સુરત શહેર પોલીસ મુખ્ય મથક માં ફરજ બજાવતા મહિલા પોલીસ લોકરક્ષક કાજલ વીરા ભાઇ દયાતર બ.નં.૫૮૮ નાઓએ યુનાઇટેડ પાવર લીફ્ટિંગ ઓફ ઇન્ડિયા દ્વારા જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે તા. ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન યોજાનારી નેશનલ પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં ૧ ફૂલ પાવર લીફ્ટિંગ, ૧ ડેડ લિફ્ટ અને ૧ બેન્ચ પ્રેશ મળી ને ૩ ગોલ્ડ મેડલ મેળવેલ છે તથા વર્ષ ૨૦૨૨ માં પુના ખાતે યોજાયેલી ઓલ ઈન્ડીયા પોલીસ ગેમ્સમાં પાવર લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવી ફૂલ ૫ વાર નેશનલ મેડાલિસ્ટ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, સદર મહિલા પોલીસ કર્મચારીને ગત વર્ષ મે. D G P શ્રી આશિષ ભાટિયા સા. નાઓ દ્વારા પોલીસ વેલ્ફેર ફંડ માંથી રૂ. ૪ લાખ ની સ્પોર્ટસ સ્કોલરશીપ આપી સન્માનિત કરેલ તથા મે. કમિશનરશ્રી અજયકુમાર તોમર સા.નાઓ દ્વારા પણ બન્ને મહિલા પોલીસ કર્મચારીનાઓને શુભેચ્છા પાઠવી સન્માનિત કરેલ છે. 

રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા - કેશોદ