ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો અંતરિયાળ અને પછાત તાલુકો ગણતો હોય છે આ તાલુકાના મહત્તમ ગામો અંતરિયાળ અને ડુંગરાડ વાળા વિસ્તારમાં આવેલા હોય અનેક એવા ગામોમાં હજી સુધી વીજ જોડાણ અનેક ઘરોમાં પહોંચ્યું નથી એવા જ દાંતા તાલુકાના કુંભારીયા ગ્રામ પંચાયત વિસ્તારના વિવિધ કુટુંબોને વીજ જોડાણ મળ્યું ન હતું જેનો ઠરાવ ગ્રામ પંચાયતમાં કર્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવી હતી ચોક્કસથી કહી શકાય કુંભારીયા ગ્રામ પંચાયતના સરપંચે માહિતી આપતા જણાવ્યું હતું કે કુંભારીયા ગ્રુપ ગ્રામ પંચાયતના વિસ્તારમાં કુંભારિયા જંગલ વિસ્તારનો સર્વે નંબર જુનો 191 અને જેતવાસ ગામનો જંગલનો સર્વે નંબર જુનો 101 માં વન અધિકાર અધિનિયમ 2006 ની કલમ-3(2) હેઠળ નાયબ વન સરક્ષક અધિકારી પી જે ચૌધરી કે જે જંગલ માં રહેતા આદિવાસી ભાઈઓ બહેનોની ચિંતા કરી અને ખૂબ ઝડપથી મંજૂરી આપી સરકારની કુટીરજ્યોત યોજના અંતર્ગત વિના મૂલ્ય ઘર વપરાશ માટે લાઈટની કામગીરી હાથે ધરી હતી અને અંબાજી યુજીવીસીએલ પેટા વિભાગ કચેરી અંબાજીના નાયબ એન્જિનિયર અને એમનો તમામ સ્ટાફ ખૂબ ઝડપથી 127 કુટુંબોને વીજ કનેક્શન આપવાનું કામ ખૂબ ઝડપથી કર્યું છે તે બદલ સર્વે વન વિભાગના અધિકારીઓ અને ugvclના કર્મચારીઓનો કુંભારીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો સહિત વીજ જોડાણ મળતા પરિવારજનોએ આભાર માન્યો હતો..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી