બનાસકાંઠા SOG પોલીસે કાંકરેજ તાલુકાના વડા ગામથી ગાંજાના છોડ ઝડપી પાડ્યાં ..

ઉત્તર ગુજરાતમાં આજ દિન સુધીનો સૌથી મોટો ગાંજાનો જથ્થો એસઓજીએ ઝડપી પાડયો..

કાંકરેજના વડામાં 3 વીઘા ખેતરમાં વાવેલો રૂપિયા 1.25 કરોડનો ગાંજો ઝડપાયો, 1259.250 કિ.ગ્રા.ના 1776 નંગ છોડ જપ્ત કરી ફરાર ખેડૂત સામે પોલીસે ગુનો નોંધ્યો..

કાંકરેજ તાલુકાના વડાગામે એસસોજીની ટીમે શુક્રવારે રાત્રે ઉત્તર ગુજરાતમાં આજ દિન સુધીનો સૌથી મોટો રૂપિયા 1.25 કરોડનો ગાંજાનો જથ્થો કબ્જે લીધો હતો, ખેડૂતે ત્રણ વીઘા ખેતરમાં કપાસ અને એરંડાના કરેલા વાવેતર વચ્ચે ગાંજાની ખેતી કરી હતી, કુલ 1259.250 કિ.ગ્રા.ના 1776 નંગ છોડ જપ્ત કરી નાસી છૂટેલા ખેડૂત સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

કાંકરેજ તાલુકાના વડા ગામે શુક્રવારે એસોજીની ટીમે ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો હતો.આ અંગે સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પીઆઈ એમ.જે. ચૌધરી એ જણાવ્યું હતું કે, વડા ગામે ટીમ સાથે તપાસ કરી હતી, જ્યાં ત્રણ વીઘા ખેતરમાં ઉભેલા કપાસ અનુ એરંડાના માદક પદાર્થ ગાંજાના છોડ કુલ નંગ-1776 મળી આવ્યા હતા, તેને ખેતરમાંથી ઉખાડી તેનો વજન કર્યો હતો તેમાં કુલ વજન - 1259.250 કિલો રૂપિયા 1,25,92,500નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે, માદક પદાર્થની ખેતી કરનાર વડા ગામના છનુભા ઉર્ફ વિરસંગ ધૂડસંગ વાઘેલા વિરૂદ્ધ માદક દ્રવ્યની ગેરકાયદેસર ખેતી કરવા બદલ થરા પોલીસ મથકે ગૂનો નોંધ્યો છે, અગાઉ પણ એસઓજી ને માદક પદાર્થો પકડવામાં સફળતા મળી છે..