ખંભાત ખાતે 'મારી માટી મારો દેશ' અંતર્ગત તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.લાલ દરવાજા સર્કલથી અમૃત કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો.એસ.ઝેડ.વાઘેલા હાઇસ્કૂલના પ્રાર્થના ખંડ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના અમૃત કળશ યાત્રા કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી, તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરી, મામલતદાર ડી.જે.જોશી, જિલ્લા ભાજપા પ્રમુખ રાજેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શીવાનીબેન પટેલ, ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, તલાટી મંત્રીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને સૌ એ પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.તાલુકા કક્ષાએ ખંભાત તાલુકાના 63 જેટલા ગામોમાંથી માટી એકત્રિત કરી શહીદ વીરોને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

(સલમાન પઠાણ.ખંભાત)