દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાઠા ગામના બગડ કોઠાની વાડી વિસ્તારમાં મોટી કામગીરી અંજાઇ હતી. પોલીસની ચોકસાઈ અને ચોક્કસ બાતમીના આધારે વાડીના વિસ્તારમાં ગાંજાના વાવેતરની શોધ કરાઈ. દાઠા ગામના વનરાજસિંહ ઉર્ફે વનુભા બચુભા સરવૈયા (ઉંમર 65, વ્યવસાય ખેતી) પોતાના વાડીના નાળિયેર અને કપાસના પાકની વચ્ચે ગાંજાના 664 છોડનું વાવેતર કરતું હોવાની માહિતી પોલીસને મળી હતી.
પોલીસે વાડીમાં દરોડા પાડી કુલ 425 કિલો 180 ગ્રામના ગાંજાના લીલા અને અર્ધસુકા છોડ જપ્ત કર્યા, જેની કિંમત ₹21,25,900 છે. સાથે જ એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો, જેની કિંમત ₹500 છે. કુલ મુદ્દામાલ ₹21,26,400 થતો હતો.
ગુજરાત સરકારશ્રીના નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત, પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની માર્ગદર્શિકા હેઠળ, ભાવનગર જિલ્લામાં “NO DRUGS IN BHAVANAGAR” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આરોપી સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.આ કામગીરીથી નશાકારક પદાર્થોના વિતરણ અને ઉપયોગને અટકાવવા પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાય છે.