ભાભરના મીઠા-થરાદ હાઇવે પર ખારી પાલડી-અસાણા વચ્ચે મંગળવારે મોડી રાત્રે બે બાઈક સામ સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું.
ખારી પાલડીના દીપકજી રમેશજી ઠાકોર મંગળવારે મોડી રાત્રે બાઇક લઇને થરાદ-મીઠા હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અસાણા ગામના પાટિયા પાસે પહોંચતા સામેથી આવી રહેલ બાઈક ચાલકે સામેથી ધડાકાભેર ટકરાતા દીપકજી રમેશજી ઠાકોર (ઉં.વ.આ.18) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
જ્યારે રમેશજી દુદાજી ઠાકોર અને સુખદેવજી રમેશજી ઠાકોરને ઈજાઓ પહોંચતા પ્રથમ ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી વધુ સારવાર માટે આગળ રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે લાશને ભાભરની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લાવી પીએમ બાદ લાશને વાલી વારસાને સોંપી દીધી હતી. આ અકસ્માતની જાણ ભાભર પોલીસને થતાં ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતક તેમજ બંને ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાઈક ચાલકો ખારી પાલડીના હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બીજી બાજુ અકસ્માતની જાણ થતાં પરિવારજનો તેમજ ગામલોકો આરોગ્ય કેન્દ્રમાં દોડી આવ્યા હતા.
 
  
  
  
   
   
   
  