ઈસ્લામનું નવું વર્ષ મહોરમ માસથી શરૂ થાય છે ત્યારે કઠલાલ શહેર સહિત પંથકના મલેક પુરા, અનારા,પીઠાઇ,ખોખરવાડા સહિત ગામોમાં સોમવારે નવમી એટલે કતલ ની રાતે તાજીયાઓ જુલુસ રૂપે ફર્યા હતા અને મંગળવારે ૧૦મી મહોરમ એટલે ‘આશૂરાહ’ પર્વનો શોક મુસ્લીમોમાં છવાઇ ગયો હતો.

 હુસેની મહેફિલો અશ્રુભેર પુર્ણાહુતી પામી હતી ત્યારે તાજીયાની સમક્ષ અનેક હિન્દુ- મુસ્લીમ ભાઇ-બહેનો માનતાઓ પૂરી કરતા નજરે પડતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. કઠલાલ નગરપાલિકા અને કઠલાલ ભાજપ પરિવાર તરફથી ઝુલુસ નું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઠંડપીણાં ની બોટલો વિતરણ કરવામાં આવ્યું હતું.

જ્યારે કઠલાલ-કપડવંજ ના ધારાસભ્ય કાળું સિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ એ મુસ્લિમ બિરાદરો ને મહોરમ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

 હજરત ઈમામ હુસેન અને તેમના ૭ર વફાદાર સાથીઓએ કરબલાના મેદાનમાં ધર્મ ની રક્ષા અને સત્ય માટે શહાદત વહોરી હતી, જે શહીદોને યાદ કરીને મહોરમ પર્વ મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે મનાવવામાં આવે છે.

કઠલાલના ઈન્દીરાનગર,વ્હોરવાડ,કડીયાવાડ,કાઝીવાડ, ચૌહાણવાડ,હુસેનીચોક જેવા વિસ્તારથી તાજીયા જુલુસ રૂપે નિકાળવામાં આવ્યા હતા.સુંદર કલાત્મક અને નકશીકામ કારીગરી,લાઇટિંગ,ફૂલો થી શણગારેલા આકર્ષક તાજિયા બનાવવામાં આવ્યાં હતા.

કઠલાલ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જ્યારે તાજીયા રૂટો પર ઠેર ઠેર સરબત,,ઠંડા પીણા, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 કલાત્મક તાજીયા ની સાથે ઝુલુસ ની ભવ્ય ઉજવણીનું મુખ્ય આકર્ષણ અખાડા અને કરતબબાજી હોય છે . લાકડી દાવ,આગના દાવ, તલવાર બાજીના કરતબ જોવા મળ્યા હતા તાજીયા સમી સાંજે ઠંડા થયા હતા.અને કઠલાલ શહેર માં મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિપૂર્ણ રીતે મહોરમ પર્વ ની ઉજવણી કરવામાં આવી.