પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંથકમાંથી પ્રોહીબિશનની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. જાડેજાએ કવાયત હાથ ધરી છે જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના કૌટામેડા ગામે મંદિર ફળિયામાં રહેતા પંથકના કુખ્યાત બુટલેગર મહોબતસિંહ જસવંતસિંહ ચૌહાણે પોતાના ઘરમાં તેમજ પોતાના ઘરની બાજુમાં અને ઘરની આગળ આવેલા ઘાસના પુળામાં ભારતીય બનાવટનો વિદેશીને દારૂનો જથ્થો મંગાવીને સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા,પી.એસ.આઇ.આર.એસ.રાઠોડ પોલીસ સર્વેલન્સના કર્મચારીઓ જયેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ,નરેન્દ્રભાઇ ડાહ્યાભાઈ,કમલેશભાઈ પરસોત્તમભાઈ,જસવંતસિંહ મણીલાલ, ઇન્દ્રજિતસિંહ નટવરસિંહ,અશોકકુમાર રામસિંહ અને રાહુલભાઇ રમેશભાઈએ કૌટામેડા ગામે બુટલેગર મોહબ્બતસિંહ ચૌહાણના ઘરે છાપો મારી બાતમી વાળા સ્થળોએથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી બોટલો ૨૮૩૨ નંગ જેની કુલ કિંમત ૩,૮૪,૦૦૦/-રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસની રેડ દરમ્યાન બુટલેગર મોહબ્બતસિંહ ચૌહાણ સ્થળ પરથી હાજર ન મળી આવતા રૂરલ પોલીસે તેની સામે પોલીસ ચોપડે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. જાડેજાએ પંથકના બુટલેગરો સામે લાલ આંખ કરી પંથકના કુખ્યાત બુટલેગર મહોબતસિંહ ચૌહાણના વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરવાના અડ્ડાને શોધી કાઢી છાપો 3.84 લાખ રૂપિયાની કિંમતનો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરતા હાલોલ પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જેમાં આગામી દિવાળી સહિતના તહેવારોમાં વિદેશી દારૂની રેલમછેલ કરવાના સ્વપન જોતા બુટલેગરોમાં આજની રેડથી ભય સાથે ખળભળાટ મચી ગયો હોવાનું જાણવા મળેલ છે.