સ્વચ્છતાનો સંદેશો ઘર ઘર સુધી પહોંચે અને ગામ..શેરી.મહોલ્લો.સ્વચ્છ અને સુદ્રઢ બને તેવા ઉદ્દેશ્યથી સરકાર દ્વારા બે મહિના સુધી સતત સફાઈ અભિયાન ચલાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે,જેના ભાગ રૂપે ત્રીજા સપ્તાહમાં રાજ્યના દરેક હેરિટેજ બિલ્ડીંગ,ઐતિહાસિક સ્થળો,મહાપુરુષોની પ્રતિમાઓ ,નદી અને તળાવોની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ આદિવાસી મ્યુઝિયમની અંદર અને બહાર તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.