વિજયનગરના વાંકડા ગામે 

ઉછીનાં આપેલ 40 રૂપિયા પાછા નહિ આપતા

60 વર્ષીય આધેડ મહિલાનું ઢીમ ઢાળી દીધું

પતિ ઇજાગ્રસ્ત થયો અને મારમારીમાં બચાવવા વચ્ચે પડેલ પત્નીની લાકડીના ફટકાથી હત્યા 

વિજયનગર, તા.૧૭

  વિજયનગર તાલુકાના વાંકડા ગામે ઉછીના લીધેલા માત્ર ચાલીસ રૂપિયા પાછા નહિ આપતા ઉશ્કેરાઈ જઈને કોડિયાવાડા ગામના એક શખ્સે ૬૦ વર્ષીય આધેડ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી જ્યારે તેણીના પતિને શરીરે ઈજાઓ પહોંચાડી હતી. મામુલી રકમ માટે સર્જાયેલી હત્યાની કમનસીબ ઘટનાના આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ચિઠોડા પોલીસે હત્યારા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

  રાજસ્થાનના ખેરવાડાના કાતરવાસ ગામનાં રહીશ

  ઉષાબેન ભીમાભાઈ અમરાભાઈ વાદીએ ચિઠોડા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ મજૂરી કરી પેટિયું રળતા અને મુળ ગામ ગાડી ગામના વાદી પરિવારના મોભી અમરાભાઈ વાદી છેલ્લા દસેક વર્ષથી વાંકડા ગામે ઝૂંપડી બનાવી રહે છે.

   વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામનાં

ભૂપેન્દ્રભાઈ મગનભાઈ ડામોર પાસેથી અમરાભાઈએ

હાથઉછીનાં રૂ.ચાલીસ લીધા હતા અને એને જરૂર હોઈ પાછા માંગતા હાલ મારી પાસે નથી, આવશે એટલે આપી દઈશ એમ કહેતા જ આરોપી 

ભૂપેન્દ્રભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી લઈ મૃતકના પતિ અમરાભાઈને મારવા દોડતા અને પતિને લાકડી ફટકારી ઇજા પહોંચાડતા દોડીને,પતિને બચાવવા વચ્ચે પડેલી પત્ની ઉપર આરોપીએ લાકડી વડે જીવલેણ હુમલો કરતા અમરાભાઈના પત્નિ ચંપાબેન વાદીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા લોહીલુહાણ હાલતમાં જમીન ઉપર ફસડાઈ પડી હતી અને તેણીનું મોત થયું હતું..આમ ૬૦ વર્ષીય આધેડ મહિલાને નજીવી રકમ માટે મોતને ઘાટ

ઉતારી ફરાર થઇ ગયેલ આરોપી .ભૂપેન્દ્રભાઈ મગનભાઈ ડામોર,( રહે.કોડિયાવાડા ,તા.વિજયનગર)

ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.

   જેથી આરોપી ભૂપેન્દ્રભાઈ મગનભાઈ ડામોર, (રહે.કોડિયાવાડા ,તા.વિજયનગર)

વિરુદ્ધ જિ. મેજિ.ના જાહેરનામાનો ભંગ બદલ તેમજ હત્યા બદલ ઈપીકો કલમ 323,324,302,જીપીએક્ટ 135 મુજબના આ ગુનાના ફરાર આરોપીને ઝડપી લેવા પો.સ.ઇ.વાય.એન.પટેલ પટેલે તજવીજ હાથ ધરી છે.