ડીસા તાલુકા પોલીસ મથકમાં બનાવેલા બે નવિન રૂમનો આજે શુભારંભ કરાયો હતો. રેન્જ આઇ.જી. ના હસ્તે નવિન રૂમનો ઉદ્ઘાટન કરાતાં પોલીસની કામગીરીને સરળતા રહેશે. ડીસા તાલુકા પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી કામગીરીનું ભારણ વધી ગયું હતું. તેમજ જગ્યા પણ ઓછી પડતી હતી. જેથી ડીસા તાલુકા પી.આઇ. એસ.એમ.પટણીના પ્રયાસો અને દાતા પી.એન. માળીના સહયોગથી નવિન બે રૂમ બનાવવામાં આવ્યા હતા. ત્યારે આજે રેન્જ આઇ.જી. જે.આર. માથોલિયાના હસ્તે નવિન બનાવેલા બે રૂમનો ઉદ્ઘાટન કરાયું હતું.

ડીસા તાલુકા પોલીસ મથકમાં ડી-સ્ટાફની કામગીરી માટે અને કોમ્પ્યુટર ઓપરેટીંગ માટે બનાવેલા આ બે રૂમના ઉદ્ઘાટન પ્રસંગે જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સહીત ડીસા શહેર ઉત્તર, દક્ષિણ અને તાલુકા પોલીસ મથકના ત્રણે પી.આઇ. સહીત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. સાથે સાથે ઉદ્ઘાટન બાદ રેન્જ આઇ.જી.એ સ્થાનિક પી.આઇ. અને જીલ્લા પોલીસ વડા સાથે મુલાકાત લઇ જીલ્લાની કામગીરી અંગેની પણ સમીક્ષા અને વાર્તાલાપ કર્યો હતો.