રાજસ્થાન ખાતે આવેલ માં ત્રિપુરા સુંદરી મંદિર ખાતે રવિવારના રોજ ભવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાનાર છે જેમાં ભારે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાભાવ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં જોડાવા માટે વિશ્વકર્મા વંશિય સેના ગુજરાત પ્રદેશ દ્વારા માં ત્રિપુરા સુંદરી યાત્રાનું ગુજરાત ખાતેથી ભવ્ય આયોજન કરી આજથી આ યાત્રાનો શુભારંભ કરાયો છે જેમાં ગુજરાતના અમદાવાદ,વડોદરા,ખેડા,નડિયાદ ગોધરા,દાહોદ લીમડી ઝાલોદ,સાવલી સહિત સમગ્ર ગુજરાત રાજ્ય અને હાલોલ ખાતેથી પણ માં ત્રિપુરા સુંદરી યાત્રાનો આરંભ કરી ધ્વજારોહણ કાર્યક્રમમાં જોડાવા માટે વિવિધ વાહનો સાથેનો કાફલો રવાના થઈ રહ્યો છે જે અંતર્ગત આજરોજ હાલોલ શહેરની બહાર આવેલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ માં મોટર્સ ખાતેથી વિશ્વકર્મા વંશીય સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રવીણભાઈ પંચાલ (માં મોટર્સવાળા) વિશ્વકર્મા વંશીય સેનાના મહામંત્રી હેમેશભાઈ પંચાલ વિશ્વકર્મા વંશિય સેનાના હાલોલ શહેર પ્રમુખ હિતેશભાઈ પંચાલ તેમજ સુરેશભાઈ પંચાલ અને નિરવભાઈ પંચાલ સહિતના અગ્રણીઓની અધ્યક્ષતામાં પણ વધુ પંચાલ સમાજના 100 થી પણ વધુ વિશ્વકર્મા વંશીય સેનાના મહિલા પુરુષ સાથેનો કાફલો વિવિધ કારોમાં સવારથી ત્રિપુરા સુંદરી મંદિર ખાતે જવા રવાના થયો છે જેમાં હાલોલ ખાતેથી 20 જેટલી કારોનો આ કાફલો ગોધરા ખાતે પહોંચશે જ્યાં 150 ઉપરાંત કારો સહિતના અન્ય વાહનો સાથેનો કાફલો મળી વિશાળ માં ત્રિપુરા સુંદરી યાત્રામાં ફેરવાઈ ત્રિપુરા સુંદરી મંદિર ખાતે જવા રવાના થશે જેમાં આ કાફલો મોડી સાંજ સુધીમાં ત્રિપુરા મંદિર ખાતે પહોંચી રવિવારે સવારે યોજાનાર માતાજીના ધ્વજારોહણના ભવ્ય કાર્યક્રમમાં સામેલ થશે તેવી માહિતી મળવા પામી છે.