યુવા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર થયેલાં જીવલેણ હુમલાને લઈને પોલીસ ના કામગીરી ઉપર સવાલો ભારે ચકચાર મચી છે ત્યારે આજે સુરત એડિશનલ સીપી સેક્ટર-૧ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મારામારી ના કેસમાં પોલીસ દ્વારા બંને તરફે ગુના દાખલ કરવામાં આવ્યા છે સાથે જ સરકારી કર્મચારી જો ગેરકાયદે કામ કરતો જણાશે તો તેમના વિરોધ પણ કામગીરી કરવામાં આવશે,

પોલીસ પ્રજા વિમુખ કામગીરી કરે છે ત્યારે કોઈ પણ સરકારી ગરમી ગેરકાયદે કામ કરશે તો તેના વિરુદ્ધ પણ કામગીરી થશે અને કરવામાં આવતી હોવાનું જણાવતા પી એલ મલ એ ઉમેર્યું હતું કે આ કેસમાં ટીઆરબી સંકળાયેલો હોવાથી એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીની તપાસ સોંપાય છે, ટ્રાફિક બ્રાન્ચના વડા દ્વારા સમગ્ર કેસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છેમેહુલ બોઘરા દ્વારા એક મહિના અગાઉ ૩૦ હજારની લાંચની માંગ કરવામાં આવી હતી તે વાત સાજન ભરવાડ દ્વારા કરવામાં આવી છે હાલ ગુનો દાખલ થયો છે આ વાતના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, સાજન ભરવાડની ફરિયાદ તાત્કાલિક લેવામાં આવી જ્યારે મેહુલ બોઘરાની ફરિયાદ લેવામાં મોડું થવા અંગે પોલીસે જણાવ્યું હતું કે સૌપ્રથમ ઇજાગ્રસ્ત મેહુલની સારવાર કરાવવી જરૂરી હતી ત્યારબાદ તેની ફરિયાદ લેવામાં આવી છે મોડું થયું હશે તો તે અંગે પણ તપાસ કરવામાં આવશે,

સુરતની કાયદા વ્યવસ્થા અને કેસની તપાસ એડિશનલ કમિશનર કક્ષાના અધિકારી કરતા હોવાની વિગતો આપી હતીજોકે મોટાભાગના સવાલના જવાબમાં પોલીસ દ્વારા તપાસ થશે અને કાર્યવાહી કરાશે તેવા સરકારી જવાબ આપવામાં આવ્યાં હતા, એડિશનલ કમિશનર પી.એલ.મલે જણાવ્યું હતું કે મેહુલ બોઘરા પર હુમલાના કેસમાં સાજન ભરવાડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તથા તેની ધરપકડ કરવામાં આવી છે., કર્મચારી દ્વારા જે પ્રકારે હુમલો થયો છે તેને જોતા તેને ટર્મિનેટ પણ કરવામાં આવ્યા છે બીજી તરફ મેહુલ બોઘરા સામે એટ્રોસીટી સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે,

પોલીસ સ્ટેશનનો લોકોએ કોઈ ઘેરાવ ન કર્યો હોવાનું જણાવતાં કહ્યું કે લોકો પોતાની રજૂઆત કરવા આવ્યાં હતા અને લોકો આવતાં હોય છે મોટાભાગનાં સવાલોના જવાબમાં તપાસ થશે એમ જણાવતાં પી. એલ.મલ દ્વારા કહેવામાં આવ્યું કે ટીઆરબી જવાન સાદા ડ્રેસમાં હોવા અંગે પણ તપાસ થશે સાથે જ તેમણે ઉમેર્યું કે વીડિયો ઉતારવો ગુનો નથી પરંતુ તેની તપાસ પછી પગલાં લેવાય છે પોલીસે હુમલો રોકવા પ્રયાસ કર્યો હતો છતાં તે અંગે પણ તપાસ થશે અને જરૂરી કાર્યવાહી થશે પોલીસ અગાઉ પણ વાઇરલ વીડિયોનાં આધારે તપાસ અને કાર્યવાહી કરતી હતી અને આગામી સમયમાં પણ કરતી રહેશે.