લોન અપાવવાની લાલચ આપી અલગ અલગ ચાર્જ ના બહાને વડોદરા ના યુવકે ઝાલોદ ના એક વ્યક્તિ પાસેથી 4 લાખ 67 હજાર પડાવી લેતા દાહોદ સાયબર સેલ ની ટીમે વડોદરા થી ઠગ ની ધરપકડ કરી
ભોળા અને જરૂરિયાતમંદ લોકો ની ગરજ નો લાભ ઉઠાવી ગઠિયાઓ છેતરપિંડી કરતાં હોય છે ત્યારે આવો જ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) બનાવ ઝાલોદ તાલુકા ના એક વ્યક્તિ સાથે બન્યો હતો વડોદરા ખાતે ની અલગ અલગ બેન્કો માથી મોબાઈલ નંબર મેળવી ઝાલોદ ના વ્યક્તિ ને આઠ મહિના ફોન આવ્યો હતો કે તમારે લોન ની જરૂર છે અને સામે થી હા પાડતા જ વડોદરા ના અર્પિત પટેલ દ્રારા ડૉક્યુમેન્ટ મંગાવી તમારી લોન પાસ કરાવી આપીશ એમ કહી પ્રોસેસિંગ ફી, વીમા ના નાણાં એમ અલગ અલગ બહાના હેઠળ ગઠિયા એ 40 વખત ટુકડે ટુકડે 4 લાખ 67 હજાર ભરવ્યા હતા પરણતું લોન ના મળતા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી જેને પગલે કેસ દાહોદ સાયબર સેલ ને સોપવામાં આવતા સાયબર સેલ ના પીઆઈ ડી. ડી પઢીયાર, પીએસઆઈ ભરત પરમાર સહિત ની ટીમે સમગ્ર કેસ ની હકીકત ચકાસી હ્યુમન સોર્સ અન ટેકનિકલ એનાલિસિસ ના આધારે વડોદરા ના વાઘોડિયા રોડ સ્થિત ચંદ્ર્નગર કોલોની માં રહેતા અર્પિત પટેલ ની ધરપકડ કરી હતી જ્યારે અર્પિત સાથે સામેલ અન્ય ત્રણ લોકો ની પોલીસે તપાસ હાથ ધરી છે