સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ધોબી કુવા ખાતેની વન વિભાગની કચેરીના પ્રાંગણમાં પાવન કોકોપીઠ યુનિટના ખાતમુહુર્તનો કાર્યક્રમ આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર, હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, નાયક વન સંરક્ષક એમ.એલ.મીના અને હાલોલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતિષકુમાર બારીયાની અધ્યક્ષતામાં તેમજ વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં યોજાયો હતો જેમાં હાલોલ પાવાગઢ વન વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની તરફનો એક પ્રશંસનીય કદમ ઉઠાવી નારિયેળના છોળામાંથી રસાયણ ખાતરનું ઉત્પાદન કરી વિવિધ પ્રકારના રોપા અને છોડનું વાવેતર કરવા સહિતની કામગીરીમાં તેનો ઉપયોગ કરવા તેમજ જેમ રૂના અને ડનલોપના ગાદલા બને છે તેમ નારિયેળના છોળાના રેસામાંથી પણ ગાદલા બનાવવા સહિતની કામગીરી કરવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતાજીના મંદિરે રોજે રોજ આવતા અસંખ્ય યાત્રિકો દ્વારા માતાજીને પધરાવામાં આવતા નાળિયેરના છોળાનો સદ્ઉપયોગ કરી નારિયેળના વેસ્ટ છોળામાંથી બેસ્ટ બનાવવાની કામગીરી કરવાની નેમ સાથે પાવન કોકોપીઠ યુનિટનો આરંભ ધોબીકુવા રેન્જ ફોરેસ્ટ કચેરી ખાતેથી કરવામાં આવ્યો છે જે પાવન કોકોપીઠ યુનીટનું ખાતમુહુર્ત આજ રોજ ઉપરોક્ત મહાનુભાવોની હાજરીમાં ધોબી કુવા વન વિભાગની કચેરી ખાતે ધાર્મિક વાતાવરણમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું.