પંચમહાલ જિલ્લા ગોધરા ખાતે આવેલ મજુર અદાલત સમક્ષ અકસ્માત પામેલા ટ્રક ડ્રાઇવર જેઓ વર્ષોથી સામા વાળા ટ્રક માલિક જુબેદાબેન મહંમદ બીબ બંધી ની ટ્રક નંબર જી જે ૬ ઝેડ ૮૧૩૫ ઉપર વર્ષોથી ડ્રાઇવર તરીકે બજાવતા અરવિંદભાઈ જેઓ નો તારીખ ૦૧/૦૧/૧૫ ના રોજ ફરજ ઉપર હાજર હતા તે સમય દરમિયાન અંકલેશ્વર નજીક વડોદરા મુંબઈ હાઈવે ઉપર આવેલ તિરંગા હોટલ પાસે અકસ્માત થતા તેમનું અકાળે અવસાન થઈ જતા તેમના વાલી વારસ જશોદાબેન અરવિંદભાઈ પટેલિયા ની વારસ પત્ની તેમજ અન્ય વારસો એ જનરલ વર્કર યુનિયન ના પ્રમુખ જે કે વેદ નો સંપર્ક કરી મજુર અદાલત ગોધરા સમક્ષ ટ્રક માલિક અને ધી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ગોધરા સામે વળતરનો દાવો દાખલ કરેલ એનો wc ફેટલ કેસ નંબર ૧૬/૧૫ થી દાખલ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા અરજદાર તરફે જે કે વૈદ હાજર રહી ધારદાર દલીલો કરતા તારીખ ૦૪/૧૦/૨૩ ના રોજ મજૂર અદાલત ગોધરા સમક્ષ કરેલ જે પડેલા પુરાવા આધારિત દલીલો ધ્યાને લઈ પંચમહાલ જિલ્લા ની મજુર અદાલતના કર્મચારી વળતર ધારા હેઠળ નિમાયેલ કમિશનર શ્રી એચ એ મકા દ્વારા આખરી હુકમ કરતા ગુજરનાર વારસોને વળતર પેટે રૂપિયા ૭,૯૭,૬૦૦/ તથા ૫૦ ટકા પેનલટી ની રકમ રૂ ૩,૯૮,૮૦૦/અંતિમ ક્રિયા માટે રૂપિયા ૫૦૦૦/તેમજ ખર્ચ પેટે રૂ ૫૦૦૦/ ચૂકવવાનો સામા વાળાઓને આદેશ કરેલ છે આદેશથી મૃતકના પરિવાર તે રકમ મળવાથી આર્થિક રાહત અનુભવી છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं