ખેડબ્રહ્મા વિસ્તારના સૌ નાગરિકોને નમસ્કાર. સપ્રેમ નિવેદન કે ભારત વિકાસ પરિષદ -ખેડબ્રહ્મા અને ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (APMC)-ખેડબ્રહ્મા દ્વારા, ધી ગુજરાત કેન્સર અને સંશોધન ઇન્સ્ટીટયુટ-અમદાવાદના સહયોગથી ફ્રી મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.. મહિલાઓમાં વધી રહેલા સ્તન કેન્સરના રોગના પ્રાથમિક નિદાન-નિવારણ માટેનો ભારત વિકાસ પરિષદનો આ નાનકડો પ્રયાસ છે. જેમાં આપ સૌ પણ પોતાની આસપાસની માતાઓ/બહેનો સુધી આ સમાચાર પહોંચાડી મદદરૂપ થઈ શકો છો.અને આ સાથેના પેમ્ફલેટમાં દર્શાવેલા કોઇપણ સંપર્ક નંબર પર તપાસ માટે દર્દીનું નામ નોધાવી શકો છો.. પ્રમુખ, ભારત વિકાસ પરિષદ- ખેડબ્રહ્મા અને સૌ સદસ્યો