હાલ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર ના નેજા હેઠળ તારીખ ૪/૦૮/૨૦૨૨ ના રોજ જીલ્લાના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ તારીખ ૦૮/૦૮/૨૦૨૨ ના રોજ થી પંચાયત સેવા હેઠળના તમામ કર્મચારીઓ જેમકે મ.પ.હે.વ.,ફી.હે.વ.,મ.પ.હે.સુ., ફી.હે.સુ., ટી.એમ.પી.એસ.,ટી.એચ.વિ. વગેરે કેડરના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયેલ છે ૨૭ જુલાઈ ૨૦૨૨ ના રોજ પંચાયત મંત્રીના અધ્યક્ષ સ્થાને હોદ્દેદારોની બેઠક મળી હતી તેમાં મુખ્ય પ્રશ્નોના ઉકેલ ની ખાતરી આપી હોવા છતાં નિરાકરણ માટે કોઈ આદેશો ન થતાં અંતે મહા સંઘની બેઠક મળી હતી. તેમાં તારીખ ૮/૦૮/૨૦૨૨ ના રોજથી ચોક્કસ મુદતની હડતાલનું એલાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના અનુસંધાને બોટાદ જિલ્લાના ૧૨૪ કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા છે તેઓ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના નેજા હેઠળ ચાલતી હડતાળને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સર્વે સંઘ એવા બે મોટા સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે જેથી સરકારશ્રી દ્વારા કર્મચારીના તદ્દન વ્યાજબી પડતર પ્રશ્નો અંગે હકારાત્મક અભિગમ દાખવીને કર્મચારીના હિતમાં સત્વરે નિર્ણય લેવાની ઉગ્ર માંગ કરવામા આવી છે.