સાબરકાંઠા જિલ્લા ના વડાલી ખાતે બાઈક સાથે તિરંગા યાત્રા યોજાઈ.
આઝાદી ના 75 વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે બાઈક સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.ભારત દેશ ને આઝાદ થયે 75 વર્ષ પુરા થયા ત્યારે ભારત વાસીઓ દ્વારા અલગ અલગ રીતે આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેને લઈ ને આજે બુધવારે વડાલી ખાતે વિવેકાનંદ ચોક થી વડાલી વાસીઓ દ્વારા બાઈક સાથે તિરંગા યાત્રા શરૂ થઈ હતી જે વડાલી શહેર ના અલગ અલગ વિસ્તાર મા થઈ ને ઉમિયા પાર્ક આંબેડકર સ્ટેચ્યુ એ જઈ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ને ફુલહાર કરી રેલી ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.જેને લઈ વડાલી શહેર ના માર્ગો વંદેમાતરમ ભારત માતા કી જય ના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા.આ તિરંગા યાત્રા ઇડર વડાલી ધારાસભ્ય શ્રી હિતુ ભાઈ કનોડિયા ના અધ્યક્ષતા મા યોજાઈ હતી જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી રમણલાલ વોરા સાથે ભાજપ મહામંત્રી શ્રી તખતસિંહ હડિયોલ હરિસિંહ ભાટી નગરપાલિકા પ્રમુખ હંસાબેન સગર ઉપ પ્રમુખ જીતુભાઇ પટેલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જયદીપ સિંહ હડિયોલ સાથે નગરપાલિકા વિરોધ પક્ષ ના નેતા ઇમરાન દાણી તાલુકા પ્રમુખ બાબુજી ખાંટ તેમજ નગરજનો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા .
રિપોર્ટર. મોહસીન મેમન વડાલી સાબરકાંઠા