ખંભાત તાલુકાના કાણીસા ગામે રબારીવાસમાં આવેલ ખેતરમાં રાત્રી દરમિયાન પાર્કિંગ કરીને ગયેલા ટ્રેકટરની ચોરી થતા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ખંભાત ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીને આધારે અક્ષય ઉર્ફે વિશાલ અરવિંદભાઈ વાઘેલા અને તેનો મિત્ર જય ગોવિંદભાઈ રબારીની અટક કરી આગવી ઢબે પૂછપરછ કરી તેઓ કાણીસાના રબારીવાસના ફાર્મમાંથી ટ્રેક્ટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે બંને ઈસમોની સામે ચોરીના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
(સલમાન પઠાણ-ખંભાત)
9558553368