મહિસાગર જિલ્લાના લુણાવાડા મુકામે આવેલ ડોક્ટર જોસેબ જે રામપુરવાલા ની માલિકી ધરાવતી શિફા સર્જીકલ હોસ્પિટલ માં સન 1998 થી કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા જશવંતકુમાર લાલજીભાઈ બારોટ ને સંસ્થાએ કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય વર્ષ 2006 માં આઈડી એટલી કલમ 25 એચ અને 25 સેફ નો ભંગ કરી છુટા કરી દેતા શ્રમયોગી એ કાલોલ સ્થીત ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરે તે બાબતે હોસ્પિટલ ના લાગતા માલિકને ઔદ્યોગિક વિવાદ ધારા ૧૯૪૭ ની કલમ 10/1 હેઠળ પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવાનો વિવાદ ઉપસ્થિત કરેલ જે વિવાદ મજુર અદાલત ગોધરા માં ચાલી જતા અરજદાર જશવંત એલ બારોટ તરફે પેનલ એડવોકેટ સીતેશ ભોઈ તથા વૈભવ ભોઈ હાજર રહી કેસ લગત હકીકતો પુરવાર કરતા મજુર અદાલતના પ્રમુખ અધિકારી હિતેશ એ મકા સાહેબ સંસ્થાએ આઈડી એટલી કલમ ૨૫ એચ અને ૨૫ એફ નો ભંગ કરી અરજદારને નોકરીમાંથી છૂટા કરેલા હોય તેમનું આ પગલું ખોટું અને ગેર વાજબી હોઇ અરજદારને તેમની મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવાનો આખરી આદેશ ફરમાવતા હોસ્પિટલના કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ છે