હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલ રાયણખાંડ ગામે રહેતા રાહુલભાઈ ઈશ્વરભાઈ પરમાર દેશભક્તિની ભાવના સાથે માં ભોમની રક્ષા કરી ભારતીય સેનામાં ભરતી થઈ માતૃ ભૂમિનું ઋણ ચૂકવવાના આશય સાથે ભારત સરકારની આર્મીમાં ભરતીની અગ્નિ વીર યોજના હેઠળ પ્રવેશ મેળવી હૈદરાબાદ ખાતે ભારતીય સેનાની અંત્યંત મુશ્કેલ અને ભારે કઠણ તેમજ કડક કહી શકાય તેવી તાલીમ લેવા માટે ગયા હતા જ્યાં છ માસ સુધી ભારે શિસ્ત સાથે ભારે સંયમતાપૂર્વક અંત્યંત કડક તાલીમ હાસિલ કર્યા બાદ તેઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતા પોતાના માદરે વતન હાલોલ તાલુકાના રાયણખાંડ ગામે આવવા માટે નીકળ્યા હતા. જેમાં તેઓના આગમનની જાણ પરિવારજનો સહિત ગ્રામજનોને થતા દેશની રક્ષા કાજે સૈન્યની તાલીમ લઈ પરત ફરી રહેલા રાયણખાંડ જ નહી સમગ્ર હાલોલ પંથકનું ગૌરવ એવા રાહુલભાઈ ઈશ્વરભાઈ પરમારને સત્કારી ભવ્ય સ્વાગત કરવા માટે આજે રવિવારના રોજ સમગ્ર રાયણખાંડ ગામ સહિત આસપાસના ગામના ગ્રામજનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઉમટી પડ્યા હતા. જેમાં હાલોલના ટોલનાકા ખાતેથી ભારે આન બાન અને શાન સાથે ભારે સન્માનપૂર્વક તેઓને કારમાં બેસાડી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં અગાઉથી હાજર રાયણખાંડ ગામ સહિતના ગ્રામમજનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ દ્વારા તેઓનું ફૂલહાર કરી તેમજ પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં ડીજેના તાલે દેશભક્તિના ગીતો પર સૌ કોઈ ઝુમી ઊઠ્યા હતા જેમાં હાલોલ બસ સ્ટેન્ડથી રાયણખાંડ સુધીની ભવ્ય બાઇક રેલી યોજી સમગ્ર રેલીના રૂટ પર ડી.જે.માંથી રેલાતા દેશભક્તિના ગીતો પર નાચતા ગાતા ગ્રામજનો તેઓને માન સન્માન સાથે રેલી સ્વરૂપે રાયણખાંડ ખાતે લઈને પહોંચ્યા હતા જ્યાં સમગ્ર રાયણખાંડ ગામના લોકો તેઓના સત્કારવા માટે ઉમટી પડ્યા હતા અને ભારે ભાવપૂર્વક માન સન્માન સાથે વીર જવાન રાહુલભાઈ ઇશ્વરભાઇ પરમારનું ઉષ્માભર્યું ભવ્ય સ્વાગત કરાયું હતું.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |