ગોધરા તાલુકાના ચાંચપુર ઉમરા ફળિયા ખાતે રહેતા જશવંતભાઇ ચતુરભાઈ સોલંકી દ્વારા નોંધાવેલ ફરીયાદ મુજબ ગતરોજ તારીખ ૦૫/૧૨/૨૦૨૪ ના પોણા ચાર કલાક ની આસપાસ ધનોલથી બે કિલોમીટર આગળ ઉમરા જતા રોડ ઉપર ફરીયાદના સાઢુ જગદીશભાઈ રતીલાલ સોલંકી ની બાઈકને સામેથી બાઈક નંબર જીજે-૧૭-CG ૩૬૦૫ ના ચાલકે પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડે હંકારી લઈ આવી સામેથી એક્સીડન્ટ કરતા જગદીશભાઈ રતીલાલ સોલંકી ઉ.વ.૪૨ વર્ષીય ને માથાના ભાગે ગંભીર ઈજા ઓ થતા સ્થળ ઉપર મરણ ગયેલ હોય તેમજ તેઓની બાઈક પાછળ બેઠેલ રમીલાબેન જગદીશભાઈ સોલંકી તથા અમરતબેન બળવંતસિંહ ગોહિલ ને માથાના ભાગે તેમજ શરીરે ઓછી વતી ઈજાઓ પહોચાડેલ હોય તેમજ બાઈક નં. જીજે-૧૭-CG-૩૬૦૫ ના ચાલક પોતે પણ દવા સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જે અંગેની વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે