આજ રોજ તારીખ ૭ ઓક્ટોબર ના રોજ સાંજના ૫ કલાકે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેકટર કે.એન.લાઠીયા દ્વારા ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી તથા આગામી તહેવાર નવરાત્રી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) અનુંસંધાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું , જ્યાં શહેરના તમામ આગેવાનો, નવરાત્રી આયોજકો, મીડિયા કર્મીઓ પણ પધાર્યા હતા, આગેવાનો દ્વારા તેમજ નવરાત્રી આયોજકોએ સમય પર ગરબા શરૂ કરી તંત્ર દ્વારા આપેલ સમયે ગરબા સમાપન કરવાની બાંહેધરી આપી હતી અને પોલીસે અસામાજિક તત્વો પર, અને રંગ માં ભંગ પાડનાર પર કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી,
દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આગામી તહેવારો અને નવરાત્રી મહોત્સવ નાં અનુસંધાને આજે મિટિંગ યોજાઈ
 
  
  
  
   
   
  