સાબલવાડ ગામ ખાતે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઇ*

સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ગુજરાત હોર્ટીકલ્ચર મિશન અંતર્ગત બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય પાક પરીસંવાદ ઈડર તાલુકાના સાબલવાડ ગામ ખાતે આવેલ કાંકેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો. 

 “આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામકશ્રી જે. એમ. પટેલ દ્વારા આ આધુનિક યુગમાં પ્રાકૃતિક ખેતી ની જરૂરિયાત તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવીને પ્રાકૃતિક ખેતી વિષે જીણવટ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃત, જીવામૃત,બીજા અમૃત કઈ રીતે બનાવવું તેની પ્રત્યક્ષ સમજણ આપવામાં આવી હતી. બાગાયત અધિકારી એસ. કે. ચૌધરી દ્રારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ પ્રેઝંટેશન સાથે પ્રાકૃતિક ખેતી વિષે તાલિમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને કૈલાશ મહાદેવની ગૌશાળાની મુલાકાત કરાવવામાં આવી હતી. આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિષય પર આ તાલીમમાં ઈડર તાલુકાના ૯૦ જેટલા અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.