સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા નશાકારક પદાર્થોના કારોબાર પર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઇ એસઓજી પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગરશહેર વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી. આથી મફતિયાપરા ખાતે તાસ કરતા અબ્દુલભાઇ યુસુફભાઇ સૈયદને ગેરકાયદે રીતે રાખેલા 4 કિલો 100 ગ્રામ સુકા ગાંજા સાથે ઝડપી પડાયા હતા. તેમની પાસેથી રૂ.41 હજારનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીસીએકટ મુજબ ગુનો નોંધાયો હતો.જ્યારે તપાસમાં આ આરોપી સામે વાંકાનેર પોલીસ સ્ટેશને પણ નશાકારક પદાર્થો અંગે ગુનો નોંધાયો હોવાનું ખૂલ્યું હતું. આ ગાંજો ક્યાંથી લાવ્યા, શા માટે લાવ્યા, કોઇને આપવાનો હતો કે શું સહિતની પૂછપરછ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ એમ.એ. રાઠોડ, એએસઆઇ ઘનશ્યામભાઇ મસીયાવા, ડાયાભાઇ, પ્રવિણભાઇ આલ રવિભાઇ અલગોતર સહિત એસઓજી ટીમ જોડાઇ હતી