સરકારે છત્તીસગઢ મીડિયા પર્સન્સ સેફ્ટી એક્ટ, 2023 ના નિયમ 8 હેઠળ નીચે મુજબ "છત્તીસગઢ મીડિયા ફ્રીડમ, પ્રોટેક્શન એન્ડ પ્રમોશન કમિટી" ની રચના કરી છે, જેમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાજ્ય ઉપાધ્યક્ષ અને પ્રખાર સમાચારના સંવાદદાતા શ્રીમતિ પુષ્પા રોકડે નો સમાવેશ કરવામાં આવ્યો છે. છત્તીસગઢ નાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પણ જઈને બેબાક પત્રકારિતા કરનાર પુષ્પા રોકડે નો પત્રકાર સુરક્ષા કાનૂન ની અમલવારી કરનાર કમિટી માં સમાવેશ થતાં સમગ્ર દેશમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં બેનર હેઠળ જોડાયેલા 20 રાજ્યોના 25000 થી વધુ પત્રકારો ના વિશાળ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શ્રીમતી પુષ્પા રોકડે ની છતિસગઢ રાજ્ય ની મીડિયા કમિટી માં સ્થાન મળતા સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા એ સીએમ ભૂપેશ બઘેલ નો આભાર વ્યક્ત કર્યો હતો અને શ્રીમતી પુષ્પાજી ને અભિનંદન પાઠવ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं