ગત તા. 1/10ના સવારના નવેક વાગ્યાના સમયે આ કામેના ગુમ થનાર બાળક આકાશભાઇ મનસુખભાઇ ચાવડા પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ઘરેથી જતા રહેલ હતા. પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડયાની કોઇ પણ બનાવ બને તો તાત્કાલીક પગલા લેવા સુચના હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા તથા લીંબડી સર્કલ પો.ઇન્સ. એમ.એચ.પુવારના માર્ગદર્શન મુજબ પો.સબ. ઇન્સ. બી.કે.મારૂડાએ તુરંત એકશન પ્લાન ઘડી કાઢી અલગ અલગ ટીમો બનાવી બાળકને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવેલ. જે અંગે સોશ્યલ મીડિયાના માધ્યમથી ગુમ થનાર બાળક અંગે કોઇ હકીકત મળે તો લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સોશ્યલ મીડિયામાં મેસેજો કરવામાં આવેલ બાદ આજરોજ હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સથી ખાનગી રાહે હકીકત મળેલ જેથી તપાસ કરતા ગુમ થનાર બાળક મળી આવતા આ ગુમ થનાર બાળકને અત્રેના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓના કુટુંબીજનોને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગુમ થનાર બાળકનું પીરવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.