પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન ઉપર રીમોડલીંગ કામને કારણે ત્રણ દિન સુધી આણંદ-ખંભાત મેમુ ટ્રેન રદ કરવાનો નિર્ણય કરેલ તે કામગીરી પૂર્ણ થતાની સાથે મેમુ ટ્રેન નિયમિત દોડાવાનું શરૂ કરાતા મુસાફરોમાં આનંદ જોવા મળ્યો હતો હવે આણંદ-ખંભાત સવારે 5 કલાકે, સવારે 7:15,સવારે 9:15 કલાક સહિત જુદાજુદા ટાઈમ મુજબ આઠ વખત રૂટ દોડાવાશે જેના લીધે હજારોની સંખ્યામાં અપ ડાઉન કરતા મુસાફરોને હવે ઝડપી મુસાફરીનો પણ લાભ મળશે